SBI Recruitment 2025: સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા દ્વારા સ્ત્રીઓ તથા પુરુષો માટે વિવિધ પદો પર ભરતી જાહેર

SBI Recruitment 2025: સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા, દેશની સૌથી મોટી પબ્લિક સેક્ટર બેંક, પોતાની વેલ્થ મેનેજમેન્ટ સર્વિસને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ પોસ્ટ માટે ભરતી શરૂ કરી છે. SBI દ્વારા જારી થયેલ નવી જાહેરાત મુજબ સમગ્ર ભારતમાં કુલ 900+ જગ્યાઓ ભરવામાં આવશે. બેન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા અને વેલ્થ મેનેજમેન્ટ, રિલેશનશિપ મેનેજમેન્ટ અથવા કસ્ટમર સર્વિસ ક્ષેત્રમાં અનુભવ ધરાવતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે.

મહત્વની તારીખો

SBI Specialist Cadre Officer ભરતી માટે ઓનલાઈન અરજી 02 ડિસેમ્બર 2025 થી શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 23 ડિસેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અંતિમ તારીખ સુધી રાહ ન જોતા વહેલી તકે પોતાની અરજી પૂર્ણ કરી લેવી.

પોસ્ટના નામ અને જગ્યાઓની સંખ્યા

આ ભરતીમાં ત્રણ મુખ્ય પોસ્ટનો સમાવેશ થાય છે. તેમાં VP Wealth (Senior Relationship Manager) માટે 506 જગ્યા, AVP Wealth (Relationship Manager) માટે 206 જગ્યા અને Customer Relationship Executive માટે 284 જગ્યા સમાવેશ થાય છે. કુલ 996 જગ્યાઓ ભારતભરમાં ઓફર કરવામાં આવી રહી છે અને પસંદગી બાદ ઉમેદવારને બેંકની વિવિધ શાખાઓ અથવા વેલ્થ હબમાં પોસ્ટ કરવામાં આવશે.

See also  GVK EMRI Green Health Services Recruitment: EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા એક્ઝિક્યુટિવ ના પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર ભરતી જાહેર

પગાર ધોરણ

આ પોસ્ટો કોન્ટ્રાક્ટ આધારિત હોવાથી પગાર ઉમેદવારોના અનુભવ, કૌશલ્ય અને પોસ્ટની જવાબદારીના આધારે નક્કી કરવામાં આવશે. વેલ્થ મેનેજમેન્ટ ક્ષેત્રમાં કામ કરનાર ઉમેદવારોને ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ મુજબ આકર્ષક પગાર, પ્રદર્શન આધારિત ઇન્સેન્ટિવ, ટ્રાવેલ એલાઉન્સ તથા અન્ય લાભો ઉપલબ્ધ થશે. પગાર વિગતો માટે SBI ની સત્તાવાર સાઇટનો વિગતવાર જાહેરાતનો અભ્યાસ કરવો જરૂરી છે.

પસંદગી પ્રક્રિયા

SBI દ્વારા Specialist Cadre Officer પોસ્ટ માટેની પસંદગી મુખ્યત્વે શોર્ટલિસ્ટિંગ, ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે થશે. બેંક ઉમેદવારોની લાયકાત, અનુભવ અને પ્રોફાઇલના આધારે શોર્ટલિસ્ટ કરશે. ત્યારબાદ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને અંતે મેરિટ મુજબ પસંદગી જાહેર કરવામાં આવશે. બેંકની તરફથી કોઈ લેખિત પરીક્ષા રાખવામાં આવી શકે છે અથવા ફક્ત ઇન્ટરવ્યૂના આધારે પણ પસંદગી થઈ શકે છે.

વય મર્યાદા

દરેક પોસ્ટ માટે અલગ વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. ઉમેદવાર પાસે બેન્કિંગ, વેલ્થ મેનેજમેન્ટ અથવા ફાઇનાન્સ સેક્ટરમાં પૂરતો અનુભવ હોવો જરૂરી છે. વય મર્યાદાની સંપૂર્ણ વિગતો SBI ની વેબસાઇટ પર ઉપલબ્ધ જાહેરાતમાં દર્શાવવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

VP Wealth અને AVP Wealth જેવી પોસ્ટ માટે ઉમેદવાર પાસે ગ્રેજ્યુએશન સાથે ફાઇનાન્સ, ઇન્વેસ્ટમેન્ટ અથવા વેલ્થ મેનેજમેન્ટ ક્ષેત્રમાં યોગ્ય અનુભવ આવશ્યક છે. Customer Relationship Executive માટે ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી કરી શકે છે, હાંલે કે બેન્કિંગ અથવા કસ્ટમર સર્વિસનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા અપાશે. NISM અથવા NCFM સર્ટિફિકેશન ધરાવતા ઉમેદવારોને વધુ લાભ મળે છે.

See also  SMC Recruitment 2026: સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ દ્વારા મેડિકલ ના વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

અરજી ફી

અરજી ફી સંબંધિત વિગતો SBI ની સત્તાવાર સાઇટ પર ઉપલબ્ધ વિગતવાર જાહેરાત મુજબ રહેશે. ફી ઑનલાઇન જ ભરવી પડશે અને એકવાર ભરાય પછી પાછી આપવામાં આવતી નથી. ઉમેદવારોે ફી ભરતા પહેલા પોતાની પાત્રતા સારી રીતે ચકાસવી જરૂરી છે.

અરજી કરવાની પ્રક્રિયા

ઉમેદવારોએ SBI ની સત્તાવાર વેબસાઈટ https://sbi.bank.in/web/careers/current-openings પર જઈ “Current Openings” વિભાગ ખોલવો. ત્યારબાદ CRPD/SCO/2025-26/17 જાહેરાત હેઠળ ઓનલાઇન અરજી ફોર્મ ભરવું. જરૂરી દસ્તાવેજોની સ્કેન કોપી અપલોડ કરી ઓનલાઈન ફી ભર્યા બાદ અરજી સબમિટ કરવી. એપ્લિકેશન સબમિટ થયા પછી તેની પ્રિન્ટ કૉપી સાચવી રાખવી આવશ્યક છે.

અરજી કરવા માટેની લિંક:

ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
mahitibuzz.com જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: આ માહિતી સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા ની સત્તાવાર જાહેરાતના આધારે આપવામાં આવી છે. અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ પર વિગતો ચોક્કસ ચકાસી લો.

Leave a Comment