Federal Bank Recruitment 2026: ફેડરલ બેંક દ્વારા વર્ષ 2026 માટે ઓફિસ માં આસિસ્ટન્ટ ના પદો પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી હેઠળ બેંકની વિવિધ શાખાઓમાં લાયક ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરવા ઇચ્છતા યુવાનો માટે આ એક સારી તક છે. ઉમેદવારોને આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ લેખમાં ભરતી સંબંધિત મુખ્ય માહિતી – જેવી કે પદ, લાયકાત, તારીખ, પગાર અને અરજી પ્રક્રિયા સરળ ભાષામાં આપવામાં આવી છે. ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત જરૂર થી વાંચે.
Federal Bank Recruitment 2026 | ફેડરલ બેંક ભરતી
| વિગતો | માહિતી |
|---|---|
| સંસ્થા | Federal Bank |
| કુલ જગ્યાઓ | વિવિધ શાખાઓમાં જગ્યાઓ |
| નોકરી પ્રકાર | બેંક નોકરી |
| અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
| અરજી ફી | કેટેગરી મુજબ ફી લાગુ |
| નોકરી સ્થાન | ભારતભરના Federal Bank શાખાઓ |
મહત્વની તારીખ
આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 30 ડિસેમ્બર 2025 થી શરૂ કરવામાં આવી છે. ઉમેદવારો 08 જાન્યુઆરી 2026 સુધી અરજી કરી શકે છે. ઓનલાઈન પરીક્ષા ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાવાની શક્યતા છે. પરીક્ષા અને ઇન્ટરવ્યૂ સંબંધિત વિગત ઉમેદવારોને બાદમાં જાણ કરવામાં આવશે.
પોસ્ટનું નામ અને જગ્યાઓની સંખ્યા
આ ભરતી Office Assistant પદ માટે છે. બેંક દ્વારા ચોક્કસ જગ્યાઓની સંખ્યા જાહેર કરવામાં આવી નથી, પરંતુ જરૂરિયાત મુજબ વિવિધ શાખાઓમાં ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. આ પદ પર પસંદગી પામેલા ઉમેદવારોને બેંકના દૈનિક વહીવટી અને ઓફિસ સંબંધિત કામકાજમાં સહાય કરવી પડશે.
પગાર ધોરણ
Office Assistant પદ માટે શરૂઆતનો મૂળ પગાર રૂ. 19,500 રહેશે. પગાર ધોરણ મુજબ સમયાંતરે વધારાની સાથે મહત્તમ પગાર રૂ. 37,815 સુધી મળશે. આ ઉપરાંત 11 stagnation increments પણ લાગુ રહેશે. પસંદ થયેલા ઉમેદવારોને National Pension Scheme, ગ્રેચ્યુઇટી, concessional લોન, મેડિકલ ઈન્સ્યોરન્સ તથા બેંકના અન્ય નિયમિત લાભો આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી બે તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં Centre Based Online Aptitude Test લેવામાં આવશે, જેમાં Computer Knowledge, English, Logical Reasoning અને Mathematics વિષયોના પ્રશ્નો રહેશે. દરેક વિષયના 15 પ્રશ્નો હશે અને કુલ 60 પ્રશ્નો 60 મિનિટમાં ઉકેલવાના રહેશે. આ પરીક્ષા માત્ર અંગ્રેજી માધ્યમમાં હશે અને ખોટા જવાબ માટે કોઈ નેગેટિવ માર્કિંગ નહીં હોય. પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને Personal Interview માટે બોલાવવામાં આવશે. દરેક તબક્કો elimination આધારિત રહેશે અને અંતિમ પસંદગી બેંકના નિર્ણય મુજબ કરવામાં આવશે.
વય મર્યાદા
Office Assistant પદ માટે ઉમેદવારની ન્યૂનતમ વય 18 વર્ષ અને મહત્તમ વય 20 વર્ષ હોવી જરૂરી છે. ઉમેદવારનો જન્મ 01 ડિસેમ્બર 2005 થી 01 ડિસેમ્બર 2007 વચ્ચે થયેલો હોવો જોઈએ. SC અને ST કેટેગરીના ઉમેદવારો તથા Federal Bank માં અગાઉ અસ્થાયી રીતે સેવા આપેલા ઉમેદવારોને મહત્તમ 5 વર્ષ સુધી વયમાં છૂટછાટ આપવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
ઉમેદવારે ધોરણ 10 અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે અને Graduation પૂર્ણ કરેલું ન હોવું જોઈએ. ઉમેદવાર પાસે Microsoft Office નું યોગ્ય જ્ઞાન હોવું આવશ્યક છે અને ઓછામાં ઓછા એક મહિના માટે Microsoft Office તાલીમ પૂર્ણ કરેલી હોવી જોઈએ. ઇન્ટરવ્યૂ પહેલા આ તાલીમનું પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત રહેશે. ઉમેદવાર ભારતીય નાગરિક હોવો જોઈએ અને તેનો ડોમિસાઇલ તે જ જિલ્લામાં અથવા નોટિફાઇડ શાખાથી 20 કિલોમીટર અંતર સુધીનો હોવો જરૂરી છે. માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. ઉમેદવાર સામે કોઈ ગુનાહિત રેકોર્ડ ન હોવો જોઈએ.
જરૂરી ડોક્યુમેન્ટ
- ધોરણ 10નું માર્કશીટ અને પાસ સર્ટિફિકેટ
- ધોરણ 12 અથવા ડિપ્લોમાનું માર્કશીટ અને સર્ટિફિકેટ (જો લાગુ પડે તો)
- Graduation દરમિયાન મેળવેલી માર્કશીટ અથવા પ્રમાણપત્ર (જો અભ્યાસ કર્યો હોય તો)
- માન્ય ઓળખ પુરાવો જેમ કે આધાર કાર્ડ, પાસપોર્ટ, મતદાર ઓળખપત્ર અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ
- PAN કાર્ડ અથવા PAN અરજીની રસીદ
- Microsoft Office માટે ઓછામાં ઓછા એક મહિના માટે કરેલી તાલીમનું પ્રમાણપત્ર
- સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ ડોમિસાઇલ સર્ટિફિકેટ
- અગાઉના કામના અનુભવના પુરાવા (જો લાગુ પડે તો)
- SC અથવા ST કેટેગરી માટે જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)
- બેંક દ્વારા ભરતી પ્રક્રિયા દરમિયાન માંગવામાં આવતાં અન્ય પ્રમાણપત્રો અથવા ઘોષણાપત્રો
અરજી ફી
General અને અન્ય કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી રૂ. 500 રાખવામાં આવી છે. SC અને ST કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી રૂ. 100 રહેશે. ઓનલાઈન ચુકવણી સમયે લાગુ પડતા GST અને ટ્રાન્ઝેક્શન ચાર્જ વધારાના રહેશે. એકવાર ભરેલી અરજી ફી પરત મળશે નહીં.
અરજી પ્રક્રિયા
ઉમેદવારોને Federal Bankની સત્તાવાર વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરવી પડશે. અરજી કરતી વખતે વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક લાયકાત સંબંધિત દસ્તાવેજો અને જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે. અરજી ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થયા બાદ તેની નકલ સાચવી રાખવી જરૂરી છે.
અરજી કરવા માટેની લિંક:
| ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહીં ક્લિક કરો |
| સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
| mahitibuzz.com જવા માટે | અહીં ક્લિક કરો |
FAQ
પ્રશ્ન: Federal Bank Office Assistant ભરતી માટે કોણ અરજી કરી શકે છે?
જવાબ: જે ઉમેદવાર ધોરણ 10 પાસ છે, વય મર્યાદામાં આવે છે અને ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું નથી તે અરજી કરી શકે છે.
પ્રશ્ન: પસંદગી પ્રક્રિયા કેવી રહેશે?
જવાબ: પસંદગી ઓનલાઈન પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.
પ્રશ્ન: અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ: ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 08 જાન્યુઆરી 2026 છે.
પ્રશ્ન: શું અરજી ફી ભરવી પડશે?
જવાબ: હા, કેટેગરી મુજબ અરજી ફી લેવામાં આવશે.
Disclaimer
આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માર્ગદર્શન માટે છે. ભરતી સંબંધિત તમામ અંતિમ નિર્ણય Federal Bank દ્વારા લેવામાં આવશે. ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ સંપૂર્ણ માહિતી ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવે છે.

Naran Chaudhari has been working in content creation since 2018, mainly covering government jobs, schemes, and education updates. He prepares articles using official notifications and trusted sources, so readers get accurate and helpful information.📍 Nagod, Gujarat, India