SEBI Recruitment 2025: ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે એક સુવર્ણ તક આવી છે. ભારતીય સિક્યોરિટીઝ અને એક્સચેન્જ બોર્ડ દ્વારા તાજેતરમાં નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંતર્ગત વિવિધ શાખાઓમાં ખાલી પડેલી જગ્યાઓ માટે યોગ્ય ઉમેદવારોથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
મહત્વની તારીખ
આ ભરતી દ્વારા જાહેર કરાયેલી જાહેરાત માં અરજી કરવાની પ્રક્રિયા 03 નવેમ્બર 2025 થી શરૂ થઈ ચૂકી છે, જ્યારે અરજી કરવાની અંતિમ તારીખ 28 નવેમ્બર 2025 રાખવામાં આવી છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સમય ગુમાવ્યા વિના તરત જ અરજી પ્રક્રિયા પૂર્ણ કરે. અંતિમ દિવસે થતી કટોકટી સમસ્યાઓથી બચવા માટે શક્ય તેટલી વહેલી તકે અરજી કરવી યોગ્ય રહેશે.
પોસ્ટનું નામ અને જગ્યાઓની સંખ્યા
આ ભરતી માં ભારતીય સિક્યોરિટીઝ અને એક્સચેન્જ બોર્ડ દ્વારા સહાયક વ્યવસ્થાપક ના પદો માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જેમાં કુલ 137 ખાલી જગ્યાઓ માટે આ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ જગ્યાઓ પર ઉમેદવાર અરજી કરી શકે છે, અરજી કરતા પહેલાં ઉમેદવારોએ સત્તાવાર ભરતી સૂચના ધ્યાનપૂર્વક વાંચવી જરૂરી છે.
પગાર ધોરણ
ભારતીય સિક્યોરિટીઝ અને એક્સચેન્જ બોર્ડ દ્વારા જાહેર થયેલી આ ભરતીમાં પગાર ધોરણ દરેક પદની લાયકાત અને ગ્રેડ અનુસાર નક્કી કરવામાં આવશે. સત્તાવાર જાહેરાત અનુસાર તમામ પદો માટે માસિક પગાર ₹62,500 – ₹1,26,100 સુધી રહેશે. પસંદ થયેલા ઉમેદવારોને શરૂઆતમાં નિર્ધારિત પગારથી લાભ આપવામાં આવશે, જે સમય જતા નિયમો અનુસાર વધશે. વિવિધ કેટેગરીના પદો માટે અલગ-અલગ પગાર ના માપદંડ લાગુ પડશે, જેના વિગતવાર ઉલ્લેખ સત્તાવાર જાહેરાતમાં આપવામાં આવ્યા છે.
પસંદગી પ્રક્રિયા
ભારતીય સિક્યોરિટીઝ અને એક્સચેંજ બોર્ડ દ્વારા આ ભરતીની પસંદગી પ્રક્રિયા ત્રણ મુખ્ય તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. Phase I અંતર્ગત ઓનલાઇન પરીક્ષા લેવામાં આવશે, જેમાં Paper–1 તરીકે General Awareness, English, Quantitative Aptitude અને Reasoning ના કુલ 100 ગુણના પ્રશ્નો રહેશે, જ્યારે Paper–2 માં ઉમેદવારના સ્ટ્રીમ અનુસાર 100 ગુણના MCQs પૂછવામાં આવશે. Phase II માં ફરીથી ઓનલાઇન પરીક્ષા લેવામાં આવશે, જેમાં Paper–1 તરીકે English Descriptive રહેશે, જેમાં 30% પાસિંગ જરૂરી રહેશે, અને Paper–2 માં સ્ટ્રીમ-સ્પેસિફિક MCQ/Descriptive પ્રશ્નો આવશે, જેમાં 40% પાસિંગ જરૂરી રહેશે. બંને પેપરને એકત્રિત કરીને કુલ 40% એગ્રેગેટ પાસિંગ ફરજિયાત છે. Phase III તરીકે ઉમેદવારોનો વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. અંતિમ મેરિટ યાદી Phase II ના 85% અને ઇન્ટરવ્યૂના 15% વજનદારીના આધારે તૈયાર કરીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
વય મર્યાદા
આ ભરતી માટે નુન્યતમ ઉંમર 18 થી 30 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 ફેબ્રુઆરી 2025 ના આધાર પર કરવામાં આવશે. ઉંમર ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
SEBI ભરતીમાં દરેક પદ માટે શૈક્ષણિક લાયકાત અલગથી નક્કી કરવામાં આવી છે. General વિભાગ માટે Master’s Degree અથવા બે વર્ષની Post Graduate Diploma જરૂરી છે, તેમજ LLB, Engineering, CA, CFA, CS અથવા ICWA લાયકાત ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. Legal વિભાગ માટે Bachelor’s Degree in Law ફરજિયાત છે, સાથે 2 વર્ષનો Advocate અથવા Law Firmનો અનુભવ વાંછનીય ગણાશે. Information Technology માટે BE/BTech કોઈપણ શાખામાં અથવા Graduation સાથે CS/ITમાં બે વર્ષનો Post Graduate કાર્યક્રમ જરૂરી છે. Research વિભાગ માટે Economics, Finance, Statistics, Data Science, AI અથવા Machine Learning જેવા વિષયોમાં Master’s Degree અથવા PG Diploma હોવું આવશ્યક છે. Official Language પદ માટે Hindi/Hindi Translationમાં Master’s Degree, અથવા Sanskrit/English/Commerce સાથે Bachelor લેવલે Hindi રાખેલું હોવું ફરજિયાત છે. Engineering (Electrical) પદ માટે Electrical Engineeringમાં Bachelor’s Degree જરૂરી છે, જ્યારે Engineering (Civil) માટે Civil Engineeringમાં Bachelor’s Degree રાખવામાં આવી છે અને સંબંધિત ટેકનિકલ અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવે છે.
અરજી ફી
ભારતીય સિક્યોરિટીઝ અને એક્સચેન્જ બોર્ડ ભરતીએ પદ મુજબ અરજી ફી નક્કી કરી છે. SC, ST અને PwBD વર્ગના ઉમેદવારો માટે અરજી ફી માત્ર ₹118 રાખવામાં આવી છે, જ્યારે અન્ય તમામ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી ₹1180 નક્કી કરી છે. ઉમેદવારે અરજી કરતી વખતે નિર્ધારિત ફી ઓનલાઈન મોડ દ્વારા જ ભરવાની રહેશે. ફી ભરી લીધા બાદ તેની રસીદ સાચવી રાખવી જરૂરી છે, કારણ કે તે દસ્તાવેજ ચકાસણી દરમ્યાન જરૂરી પડી શકે છે.
અરજી પ્રક્રિયા
SEBI Officer Grade A ભરતી માટે અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન છે. ઉમેદવારોને સૌપ્રથમ SEBIની સત્તાવાર વેબસાઇટ પર જઈ “Officer Grade A Recruitment 2025” લિંક પસંદ કરવી રહેશે. ત્યારબાદ નવા ઉમેદવારોને રજીસ્ટ્રેશન પૂર્ણ કરીને Login કરવાનું રહેશે. લોગિન કર્યા પછી ઉમેદવારોએ જરૂરી વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક વિગતો અને જરૂરી દસ્તાવેજોની સ્કેન કોપી અપલોડ કરવી પડશે. તમામ વિગતો સાચી રીતે ભર્યા પછી નિર્ધારિત અરજી ફી ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા ભરવાની રહેશે. અંતે અરજી ફોર્મ સબમિટ કરી તેની પ્રિન્ટ કાઢવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં દસ્તાવેજ ચકાસણી દરમ્યાન તેનો ઉપયોગ કરી શકાય.
અરજી કરવા માટેની લિંક
| ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહીં ક્લિક કરો |
| mahitibuzz.com જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: આ માહિતી પરિશ્રમ એન્ટરપ્રાઈઝ ની સત્તાવાર જાહેરાતના આધારે આપવામાં આવી છે. અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ પર વિગતો ચોક્કસ ચકાસી લો.

Naran Chaudhari has been working in content creation since 2018, mainly covering government jobs, schemes, and education updates. He prepares articles using official notifications and trusted sources, so readers get accurate and helpful information.📍 Nagod, Gujarat, India