Clean India Mission Recruitment: સ્વચ્છ ભારત મિશન દ્વારા IT અને SWM ના પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

Clean India Mission Recruitment: ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે એક સુવર્ણ તક આવી છે. સ્વચ્છ ભારત મિશન દ્વારા તાજેતરમાં નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંતર્ગત ખાલી પડેલી જગ્યાઓ માટે યોગ્ય ઉમેદવારોથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

મહત્વની તારીખ

આ ભરતી દ્વારા જાહેર કરાયેલી જાહેરાત માં અરજી કરવાની પ્રક્રિયા 07 નવેમ્બર 2025 થી શરૂ થઈ ચૂકી છે, જ્યારે અરજી કરવાની અંતિમ તારીખ 24 નવેમ્બર 2025 રાખવામાં આવી છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સમય ગુમાવ્યા વિના તરત જ અરજી પ્રક્રિયા પૂર્ણ કરે. અંતિમ દિવસે થતી કટોકટી સમસ્યાઓથી બચવા માટે શક્ય તેટલી વહેલી તકે અરજી કરવી યોગ્ય રહેશે.

પોસ્ટનું નામ અને જગ્યાઓની સંખ્યા

આ ભરતી માં સ્વચ્છ ભારત મિશન દ્વારા સીટી મેનેજર – IT અને સીટી મેનેજર – SWM ના પદો માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જેમાં કુલ ખાલી જાહેર કરવામાં આવી નથી. આ જગ્યાઓ પર ઉમેદવાર અરજી કરી શકે છે, અરજી કરતા પહેલાં ઉમેદવારોએ સત્તાવાર ભરતી સૂચના ધ્યાનપૂર્વક વાંચવી જરૂરી છે.

See also  SEBI Recruitment 2025: ભારતીય સિક્યોરિટીઝ અને એક્સચેન્જ બોર્ડ દ્વારા સહાયક વ્યવસ્થાપક ના પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે સીધી ભરતી જાહેર

પગાર ધોરણ

સ્વચ્છ ભારત મિશન હેઠળ જાહેર કરાયેલી આ ભરતીમાં પગાર ધોરણ રૂ. 30,000 પ્રતિ મહિનો (ફિક્સ) નક્કી કરવામાં આવેલ છે. પસંદ થયેલા ઉમેદવારોને શરૂઆતમાં આ નિર્ધારિત ફિક્સ પગારથી જોઈન કરવામાં આવશે. આ પગાર પદની લાયકાત, જવાબદારી અને કાર્યક્ષમતાના આધારે નક્કી કરવામાં આવ્યો છે.

પસંદગી પ્રક્રિયા

સ્વચ્છ ભારત મિશન હેઠળ જાહેર કરાયેલી આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા તબક્કાવાર રીતે પૂર્ણ કરવામાં આવશે. ઉમેદવારોની અંતિમ પસંદગી તેમની શૈક્ષણિક લાયકાત, અનુભવ અને વ્યક્તિગત ઇન્ટરવ્યૂમાં દેખાડેલ પ્રદર્શનના આધારે કરવામાં આવશે.

વય મર્યાદા

આ ભરતી માટે નુન્યતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 ફેબ્રુઆરી 2025 ના આધાર પર કરવામાં આવશે. ઉંમર ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

સ્વચ્છ ભારત મિશન (અર્બન)  માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સંબંધિત વિષયમાં માસ્ટર ડિગ્રી (Master’s Degree) હોવી આવશ્યક છે. ઉમેદવારને માસ્ટર ડિગ્રીમાં ઓછામાં ઓછી 55% ગુણ અથવા સમકક્ષ ગ્રેડ પ્રાપ્ત થયેલા હોવા જોઈએ.પદના સ્વરૂપને ધ્યાનમાં રાખીને, ટેકનિકલ અથવા મેનેજમેન્ટ ક્ષેત્રમાં વિશેષતા ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. ઉમેદવાર પાસે શહેરી વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ, વેસ્ટ મેનેજમેન્ટ, એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ અથવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) જેવા સંબંધિત ક્ષેત્રોમાં શૈક્ષણિક જાણકારી હોવી જરૂરી છે.

See also  IFFCO Recruitment Gujarat: ઇફ્કોના ગુજરાત યુનિટમાં વિવિધ પદો માટે સીધી ભરતી જાહેર

અરજી ફી

સ્વચ્છ ભારત મિશનની આ ભરતી સંબંધિત સૂચના મુજબ, જનરલ વર્ગ તેમજ અન્ય તમામ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી લેવામાં નહીં આવે. એટલે કે, આ ભરતી માટે અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ફી રહેશે. ઉમેદવારોને કોઈપણ પ્રકારની ફી ભરવાની જરૂર નથી, પરંતુ જરૂરી દસ્તાવેજો સાથે અરજી નિયમિત રીતે અને સમયમર્યાદામાં જ સબમિટ કરવી ફરજિયાત રહેશે.

અરજી પ્રક્રિયા

આ સ્વચ્છ ભારત મિશન માટેની અરજી પ્રક્રિયા પૂર્ણપણે ઑફલાઇન માધ્યમ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારોએ નિયત અરજી પત્રકમાં જરૂરી તમામ વિગતો ભરીને સાથેમાં જરૂરી દસ્તાવેજોની સ્વપ્રમાણિત નકલો જોડવી ફરજિયાત છે.અરજી મોકલતી વખતે ઉમેદવારોએ પોતાના જન્મ પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, અનુભવ સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ, અને ઓળખ પુરાવા (આધાર કાર્ડ વગેરે) જોડવા જરૂરી રહેશે.

  • અરજી RPAD અથવા સ્પીડ પોસ્ટ દ્વારા નીચેના સરનામે મોકલવી રહેશે:

પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓની કચેરી, રાજકોટ ઝોન, જિલ્લા સેવા સદન-3, ત્રીજો માળ, સરકારી પ્રેસની બાજુમાં, રીડ કલબ રોડ, રાજકોટ – 360001.

અરજી કરવા માટેની લિંક

ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
mahitibuzz.com જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: આ માહિતી સ્વચ્છ ભારત મિશન ની સત્તાવાર જાહેરાતના આધારે આપવામાં આવી છે. અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ પર વિગતો ચોક્કસ ચકાસી લો.

Leave a Comment