VMC Recruitment 2025: વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર ભરતી જાહેર

VMC Recruitment 2025: વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026 માટે સ્વિમિંગ પૂલ વિભાગમાં વિવિધ પદ માટે તાત્કાલિક ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી શહેરના સ્વિમિંગ પૂલ અને રમતગમત સુવિધાઓમાં સુરક્ષા તથા તાલીમ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે કરવામાં આવી રહી છે. આ ભરતી પુરુષ અને મહિલા બંને ઉમેદવારો માટે ખુલ્લી છે અને પસંદ થયેલા ઉમેદવારોને 11 મહિના માટે કરાર આધારિત નિમણૂંક આપવામાં આવશે લાયક ઉમેદવાર અરજી કરી શકે છે.

અહીં VMC Recruitment 2025 વિશે પાત્રતા, તારીખ, પસંદગી પ્રક્રિયા અને અરજી પ્રક્રિયાની માહિતી આપવામાં આવી છે. આ લેખ માત્ર માહિતી માટે છે. અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન જરૂર વાંચો.

VMC Recruitment 2025 । વડોદરા મહાનગરપાલિકા ભરતી 2025

મહત્વની તારીખ

આ ભરતી માટે લોક ઇન ઇન્ટરવ્યુ તારીખ 05 જાન્યુઆરી 2026 નક્કી કરવામાં આવી છે. ઇન્ટરવ્યુ બપોરે 02:00 કલાકે શરૂ થશે. ઉમેદવારોએ નિર્ધારિત તારીખ અને સમયે હાજર રહેવું ફરજિયાત રહેશે. મોડું પહોંચનાર ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં સામેલ કરવામાં આવશે નહીં.

પોસ્ટનું નામ અને જગ્યાઓની સંખ્યા

આ ભરતી હેઠળ લાઇફગાર્ડ કમ ટ્રેનર પદ માટે ભરતી કરવામાં આવશે. પુરુષ ઉમેદવારો માટે પૂર્ણ સમયની 05 જગ્યા તથા આંશિક સમયની 10 જગ્યા રાખવામાં આવી છે. મહિલા ઉમેદવારો માટે પૂર્ણ સમયની 03 જગ્યા તથા આંશિક સમયની 06 જગ્યા ઉપલબ્ધ છે. કુલ મળીને આ ભરતી તાત્કાલિક ધોરણે કરવામાં આવશે.

See also  VMC Recruitment 2026: વડોદરા મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગ માં ધોરણ 08 પાસ કરેલ 500+ વિવિધ પદો માટે સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

પગાર ધોરણ

પૂર્ણ સમય માટે પસંદ થયેલા ઉમેદવારને દર મહિને રૂ. 20,000 નો નક્કી પગાર આપવામાં આવશે. આંશિક સમય માટે પસંદ થયેલા ઉમેદવારને દર મહિને રૂ. 10,000 નો પગાર ચૂકવવામાં આવશે. પગાર કરાર સમયગાળા દરમિયાન નિયમિત રીતે ચૂકવવામાં આવશે અને તેમાં અન્ય કોઈ ભથ્થાં સામેલ નહીં હોય.

પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવનાર નથી. ઉમેદવારોની પસંદગી લોક ઇન ઇન્ટરવ્યુ અને સ્વિમિંગ પ્રેક્ટિકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે. પ્રેક્ટિકલ ટેસ્ટમાં ઉમેદવારની તરવાની ક્ષમતા, પાણીમાં બચાવ કામગીરી તથા તાલીમ આપવાની કુશળતા તપાસવામાં આવશે. ઇન્ટરવ્યુમાં શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધારે અંતિમ પસંદગી કરવામાં આવશે.

વય મર્યાદા

આ ભરતી માટે ઉમેદવારની મહત્તમ વય 05 જાન્યુઆરી 2026ના રોજ 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સરકારના નિયમો મુજબ અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

આ પદ માટે ઉમેદવાર પાસે ઓછામાં ઓછું ધોરણ 10 (SSC) પાસ હોવું જરૂરી છે. ઉમેદવારને તરવાની તમામ શૈલીઓ અને પાણી સંબંધિત રમતોનું યોગ્ય જ્ઞાન હોવું જોઈએ. ડૂબતા વ્યક્તિને બચાવવાની પદ્ધતિઓ તેમજ કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાની પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન આવશ્યક છે. સ્વિમિંગ ટ્રેનર અથવા લાઇફગાર્ડ તરીકેનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પસંદગીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.

See also  Clean India Mission Recruitment: સ્વચ્છ ભારત મિશન દ્વારા IT અને SWM ના પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

અરજી ફી

આ ભરતી માટે કોઈપણ પ્રકારની અરજી ફી લેવામાં આવતી નથી. તમામ લાયક ઉમેદવારો નિઃશુલ્ક રીતે લોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે.

અરજી પ્રક્રિયા

આ ભરતી માટે ઉમેદવારોએ લોક ઇન ઇન્ટરવ્યુ દ્વારા હાજર રહેવાનું રહેશે. ઇન્ટરવ્યુ સમયે ઉમેદવારે પોતાની શૈક્ષણિક લાયકાતના મૂળ પ્રમાણપત્રો, અનુભવના પ્રમાણપત્રો, ઓળખ પુરાવા, પાસપોર્ટ સાઇઝનો તાજો ફોટો અને તમામ દસ્તાવેજોની સ્વપ્રમાણિત નકલ સાથે લાવવાની રહેશે. સાથે સાથે સ્વિમિંગ પ્રેક્ટિકલ ટેસ્ટ માટે જરૂરી સ્વિમિંગ કોસ્ચ્યુમ ફરજિયાત લાવવાનું રહેશે. ઇન્ટરવ્યુ નિર્ધારિત સ્થળે અને સમયે હાજર રહેવું આવશ્યક છે.

અરજી કરવા માટેની લિંક:

ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
mahitibuzz.com જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: આ માહિતી વડોદરા મહાનગરપાલિકા ની સત્તાવાર જાહેરાતના આધારે આપવામાં આવી છે. અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ પર વિગતો ચોક્કસ ચકાસી લો.

Leave a Comment