VMC Recruitment 2026: વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મેલેરીયા મુક્ત ગુજરાત અભિયાન 2026 અંતર્ગત વાહકજન્ય રોગ નિયંત્રણ અને પાણીજન્ય રોગ નિયંત્રણ સંબંધિત વિવિધ ક્ષેત્રિય કામગીરી માટે U-PHC હેઠળ આ ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી દ્વારા શહેરી વિસ્તારોમાં મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને પાણીજન્ય રોગોની અટકથામ માટે મેદાની કામગીરી મજબૂત બનાવવાનો હેતુ રાખવામાં આવ્યો છે. લાયક ઉમેદવારો પાસેથી માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. તેથી અમે આ લેખમાં ભરતી સંબંધિત મુખ્ય માહિતી – જેવી કે પદ, લાયકાત, તારીખ, પગાર અને અરજી પ્રક્રિયા સરળ ભાષામાં આપવામાં આવી છે. ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત જરૂર થી વાંચે.
VMC Recruitment 2026 । વડોદરા મહાનગરપાલિકા ભરતી
| વિગતો | માહિતી |
|---|---|
| સંસ્થા નામ | વડોદરા મહાનગરપાલિકા |
| વિભાગ | આરોગ્ય વિભાગ |
| યોજના | મેલેરીયા મુક્ત ગુજરાત અભિયાન 2026 |
| પોસ્ટનું નામ | Public Health Worker અને Field Worker |
| કુલ જગ્યાઓ | 564 |
| અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
| નોકરી સ્થાન | વડોદરા શહેર |
| અરજી શરૂ તારીખ | 01 જાન્યુઆરી 2026 |
| અરજી છેલ્લી તારીખ | 10 જાન્યુઆરી 2026 |
મહત્વની તારીખ
આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 01 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 12.00 કલાકથી શરૂ કરવામાં આવી છે. લાયક ઉમેદવારો 10 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે 11.59 કલાક સુધીમાં પોતાની અરજી ઓનલાઈન રીતે પૂર્ણ કરી શકશે. નક્કી કરેલ સમય બાદ કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં.
પોસ્ટનું નામ અને જગ્યાઓની સંખ્યા
આ ભરતી અંતર્ગત Public Health Worker અને Field Worker (પુરુષ) પદો માટે જગ્યાઓ ભરવામાં આવશે. બંને પદો મળીને કુલ 564 જગ્યાઓ માટે સીધી ભરતી કરવામાં આવશે. પસંદ થયેલા ઉમેદવારોને U-PHC હેઠળ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફીલ્ડ વર્ક માટે નિયુક્ત કરવામાં આવશે.
પગાર ધોરણ
આ ભરતી કરાર આધારિત અને તદ્દન હંગામી હોવાથી પગાર ધોરણ રૂ. 16462 વડોદરા મહાનગરપાલિકા દ્વારા નક્કી કરાયેલા નિયમો મુજબ ચૂકવવામાં આવશે. ઉમેદવારોને માસિક નિશ્ચિત વેતન આપવામાં આવશે. પગાર અંગેની ચોક્કસ વિગતો અરજી પ્રક્રિયા દરમિયાન ઉપલબ્ધ રહેશે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી ઓનલાઈન અરજી ફોર્મમાં આપેલી વિગતો, શૈક્ષણિક લાયકાત અને જરૂરી દસ્તાવેજોની ચકાસણીના આધારે કરવામાં આવશે. જરૂર જણાય ત્યાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન હાથ ધરવામાં આવશે. પસંદગી સંબંધિત અંતિમ નિર્ણય આરોગ્ય વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવશે.
વય મર્યાદા
આ ભરતી માટે ઉમેદવારની વય મર્યાદા વડોદરા મહાનગરપાલિકા તથા રાજ્ય સરકારના લાગુ નિયમો મુજબ રહેશે. આરક્ષિત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમ અનુસાર વયમાં છૂટછાટ આપવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
Public Health Worker તથા Field Worker પદ માટે ઉમેદવારે મહાનગરપાલિકા દ્વારા નક્કી કરેલી ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત એટલે ધોરણ 8/10/12 પાસ થયેલ હોવા જોઈએ. આરોગ્ય, સર્વેલન્સ, ફિલ્ડ વર્ક અથવા સમાન ક્ષેત્રમાં અનુભવ ધરાવતા ઉમેદવારોને પસંદગીમાં પ્રાધાન્ય આપવામાં આવી શકે છે. શૈક્ષણિક લાયકાત અને અનુભવ અંગેની સંપૂર્ણ વિગતો ઓનલાઈન અરજી દરમિયાન ઉપલબ્ધ રહેશે.
અરજી ફી
આ ભરતી માટે અરજી ફી અંગેની માહિતી મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા નિયમો મુજબ રહેશે. જો અરજી ફી લાગુ પડશે તો તે માત્ર ઓનલાઈન માધ્યમથી જ ભરવાની રહેશે.
અરજી પ્રક્રિયા
લાયક ઉમેદવારોએ વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. કોઈપણ સંજોગોમાં ટપાલ દ્વારા કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં. અરજી કરતી વખતે ઉમેદવારે પોતાની વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક વિગતો અને જરૂરી દસ્તાવેજો સાવચેતીપૂર્વક ભરવાના રહેશે. અરજી ફોર્મમાં દાખલ કરેલ મોબાઈલ નંબર અને ઈ-મેલ એડ્રેસ પર આગળની તમામ માહિતી મોકલવામાં આવશે, તેથી સાચી માહિતી આપવી અત્યંત જરૂરી છે.
અરજી કરવા માટેની લિંક:
| ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહીં ક્લિક કરો |
| સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
| mahitibuzz.com જવા માટે | અહીં ક્લિક કરો |
FAQ
પ્રશ્ન: આ ભરતી કાયમી છે કે કરાર આધારિત?
જવાબ: આ ભરતી 11 માસના કરાર આધારિત અને તદ્દન હંગામી છે
પ્રશ્ન: અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ: 10 જાન્યુઆરી 2026
પ્રશ્ન: શું ઓફલાઈન અરજી કરી શકાય?
જવાબ: નહીં, ફક્ત ઓનલાઈન અરજી જ માન્ય રહેશે
પ્રશ્ન: પસંદગી કેવી રીતે કરવામાં આવશે?
જવાબ: અરજી ફોર્મ અને દસ્તાવેજોની ચકાસણીના આધારે પસંદગી કરવામાં આવશે
Disclaimer
આ લેખમાં આપવામાં આવેલી માહિતી ભરતી જાહેરાતના આધારે તૈયાર કરવામાં આવી છે. ભરતી પ્રક્રિયા, તારીખો અથવા શરતોમાં કોઈપણ ફેરફાર કરવાનો અધિકાર વડોદરા મહાનગરપાલિકા પાસે રહેશે. ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવે છે.

Naran Chaudhari has been working in content creation since 2018, mainly covering government jobs, schemes, and education updates. He prepares articles using official notifications and trusted sources, so readers get accurate and helpful information.📍 Nagod, Gujarat, India
You are doing absolutely nice job.
Youngers gets important information regarding employment.
Thank you.
Thanks sir